Hebrews 10:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉપર જયારે તેમણે કહ્યું કે, 'બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઇચ્છા રાખી નહિ અને તેઓથી તમે પ્રસન્ન થતાં ન હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રથમ તેમણે કહ્યું, “વેદી ઉપર પ્રાણીઓનાં શરીરોના સકલ દહનથી કે પાપ દૂર કરવા માટે કરાતાં બલિદાનોથી તમે પ્રસન્ન થતા નથી.” આ બધાં બલિદાનો નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણ કરાતાં હતાં, છતાં તેમણે એમ કહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉપર તેમણે કહ્યું, “બલિદાનો, અર્પણો તથા દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ (જે નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે), તેઓની તમે ઇચ્છા રાખી નહિ, ને તેઓથી તમે પ્રસન્ન થયા નહોતા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રથમ ખ્રિસ્તે કહ્યું છે, “શાસ્ત્રમાં અપાતાં પાપમુક્તિ માટેનાં અર્પણો તથા દહનાર્પણોથી અપાતાં બલિદાનો દ્ધારા તું પ્રસન્ન થઈ શકે તેમ નથી,” (આ બધા બલિદાનોની આજ્ઞા નિયમ કરે છે.)