Hebrews 11:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે એકથી અને તે પણ વળી મૂએલા જેવો, તેનાથી સંખ્યામાં આકાશમાંના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠા પરની રેતી જે અગણિત છે તેના જેટલાં લોક ઉત્પન્ન થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મૃત:પ્રાય એવા એક માણસમાંથી આકાશના તારા જેટલા તથા સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા વંશજો ઉત્પન્‍ન થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે એકથી, અને તે પણ વળી મૂએલા જેવો તેનાથી, આકાશમાંના તારા જેટલા અસંખ્ય તથા સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા અગણિત લોક ઉત્પન્‍ન થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ માણસ એટલો બધો વૃદ્ધ હતો કે તે મૃત અવસ્થામાં હતો. પણ એ એક જ વ્યક્તિમાંથી અનેક પ્રજા ઉત્પન્ન થઈ. તેનાં સંતાન આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય હતા.