Hebrews 11:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે તે એવું માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાઓને પણ ઉઠાડવાને સમર્થ છે; અને પુનરુત્થાનની ઉપમા પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબ્રાહામને ખાતરી હતી કે ઈશ્વર ઇસ્હાકને મૃત્યુમાંથી પણ સજીવન કરવા માટે શક્તિમાન છે અને તેથી કહી શકાય કે, અબ્રાહામે ઇસ્હાકને મરણમાંથી પાછો મેળવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે મૂએલાંઓને પણ ઉઠાડવાને ઈશ્વર સમર્થ છે, એમ તે માનતો હતો. અને પુનરુત્થાનના દ્દષ્ટાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈબ્રાહિમ માનતો હતો કે દેવ મૂએલાંઓને પાછા ઉઠાડી શકે છે, અને ખરેખર દેવે જ્યારે ઈબ્રાહિમને ઈસહાકનું બલિદાન આપતા રોક્યો, ત્યારે તે તેને મૂએલામાંથી પાછા બોલાવવા જેવું હતું.