Hebrews 11:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વિશ્વાસથી મૂસાનાં માતાપિતાએ તેના જનમ્યાં પછી ત્રણ મહિના સુધી તેને સંતાડી રાખ્યો; કેમ કે તેઓએ જોયું, કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી ગભરાયા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વિશ્વાસને લીધે જ મોશેનાં માતપિતાએ તેને તેના જન્મ પછી ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો. તેમણે જોયું કે તે સુંદર બાળક છે અને તેથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં તેઓ ડર્યાં નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વિશ્વાસથી મૂસાનાં માબાપે તેના જન્મ્યા પછી તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે. અને તેઓ રાજાની આજ્ઞાથી બીધાં નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વિશ્વાસના કારણે જ મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે બાળક સુંદર છે અને તેઓ રાજાની આજ્ઞાથી ડર્યા નહિ.