Hebrews 11:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અગ્નિનું બળ નિષ્ફળ કર્યું, તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી બળવાન કરાયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓના સૈન્યને નસાડી દીધાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભડભડતા અગ્નિને હોલવી નાખ્યો. તેઓ તલવારની ધારથી બચી ગયા. તેઓ નિર્બળ હતા છતાં બળવાન બન્યા. તેમણે યુદ્ધમાં શૂરવીરતા દાખવી અને પરદેશી લશ્કરોને હાર આપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અગ્નિનું બળ નિરર્થક કર્યું, તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે કેટલાક લોકોએ શક્તિશાળી અજ્ઞિને રોક્યો. કેટલાક તલવારની ધારથી બચ્યા, તો કેટલાકને નિર્બળતાઓ હતી જે તાકાતમાં પરિવર્તન થઈ. કેટલાકે લડાઈમાં શૂરવીરતા દાખવી અને દુશ્મનોના સૈન્યને ભગાડી મૂક્યા.