Hebrews 13:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેઓ જેલમાં છે તેમને તમે પણ જાણે તેમની સાથે જેલમાં હો તેમ યાદ રાખો. જેમની સતાવણી થાય છે તેમને આત્મીયતાથી યાદ રાખો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બંદીવાનોની સાથે જણે તમે પણ બંદીવાન હો, તેમ સમજીને તેઓને સંભારો. અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને [સંભારો].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો.