Hebrews 2:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે સમગ્ર સૃષ્ટિ તેના હાથમાં સોંપી છે; આમ બધું તેને સ્વાધીન કરવાથી તેને સુપ્રત કર્યું ના હોય એવું કંઈ બાકાત રાખ્યું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજી સુધી આપણી નજરે પડતું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરે “તેને સર્વસત્તાધીશ” બનાવ્યો. એનો સ્પષ્ટ અર્થ તો એ છે કે તેના અધિકાર નીચે ન મૂકાયું હોય એવું કશું નથી. પરંતુ વર્તમાનમાં આપણે તેને બધા પર સત્તા ચલાવતો જોતા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે તેના પગ નીચે બધું મૂક્યું છે. તો બધું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય એવું તેમણે કંઈ રહેવા દીધું નહિ.” પણ બધું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી નજરે પડતું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમગ્ર સૃષ્ટિ તેં તેના પગ તળે મૂકી છે.” તેં તેના પગ તળે સઘળું મૂક્યું છે. તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય તેવું તેણે કશુંય રહેવા દીધું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી દષ્ટિએ દેખાતું નથી.