Hebrews 7:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને ખરેખર, લેવીના સંતાનમાંના જેઓ યાજકપદ પામે છે, તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાની આજ્ઞા છે ખરી;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીના વંશમાં યજ્ઞકાર બનનારાઓને ઇઝરાયલી લોકો પાસેથી દશાંશ લેવાની નિયમશાસ્ત્રમાં આજ્ઞા આપવામાં આવી છે. આનો અર્થ તો એ થયો કે પોતે અબ્રાહામના વંશજો હોવા છતાં પણ પોતાના જાતભાઈઓ પાસેથી તેઓ દશાંશ મેળવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લેવીનાં સંતાનમાંના જેઓને યાજકપદ મળે છે, તેઓને લોકોની પાસેથી, એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દશમો ભાગ લેવનો હુકમ છે ખરો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નિયમશાસ્ત્ર કહે છે કે લોકો લેવી પુત્રમાંથી એટલે પોતાના ભાઈઓમાંથી બનેલા યાજકોને દશાંશ આપે. યાજકો અને લોકો પછી ભલે તે ઈબ્રાહિમના પરિવારના હોય તો પણ તેમની પાસેથી દશાંશ એકઠા કરે.