Hebrews 8:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે પ્રભુ કહે છે કે, 'તે દિવસો પછી, ઇઝરાયલના સંતાનોની સાથે જે કરાર હું કરીશ, તે આ છે; હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ અને તે તેઓના હૃદયપટ પર તે લખીશ હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે, આવનાર દિવસોમાં હું ઇઝરાયલી લોકો સાથે આ કરાર કરીશ એવું પ્રભુ કહે છે: હું મારા નિયમો તેમના મનમાં મૂકીશ, અને તે તેમના દયપટ પર લખીશ. “હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પ્રભુ કહે છે કે, હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ, ને તેઓના હ્રદયપટ પર તે લખીશ: હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસ્ત્રાએલના લોકોને હું નવો કરાર આપીશ. ભવિષ્યમાં આ કરાર હું આપીશ. હું મારા આ કાયદાઓ તેમના મનમાં મૂકીશ. ને તેઓના હ્રદયપટ પર લખીશ. હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોકો થશે.