Hebrews 9:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવી પછી, પાણી, કિરમજી ઊન તથા ઝૂફાસહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું, અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ પ્રથમ લોકોને નિયમશાસ્ત્રની સર્વ આજ્ઞાઓ કહી સંભળાવી. ત્યાર પછી તેણે વાછરડાનું રક્ત તથા પાણી લીધાં અને ઝૂફા અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા સર્વ લોકો પર છાંટયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે મૂસાએ નિયમશાસ્‍ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવ્યા પછી પાણી, કિરમજી ઊન તથા ઝૂફાસહિત વાછરડાનું તથા બકરાનું રક્ત લીધું, ને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકોને બધીજ આજ્ઞાઓ કહી સંભળાવ્યા પછી મૂસાએ વાછરડા અને બકરાનાં રક્ત સાથે પાણી મેળવ્યું. તે રકેત લઈને તેણે ઝૂફાની ડાળી અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા બધા લોકો પર નિશાની માટે લોહી છાંટ્યું.