Hosea 1:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, " તેનું નામ લો-રૂહામા પાડ, કેમ કે હવે પછી હું કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ તેઓને કદી માફ કરીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને આ વખતે પુત્રી જન્મી. પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ લો-રૂહામા એટલે ‘દયા- વિહોણી’ પાડ; કારણ, હું ઇઝરાયલના લોક પર દયા રાખીશ નહિ કે તેમને ક્ષમા કરીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને ફરીથી ગર્ભ રહ્યો, ને પુત્રીનો પ્રસવ થયો, ત્યારે [યહોવાએ] તેને કહ્યું, “તેનું નામ લો-રૂહામા પાડ; કેમ કે હું હવે પછી કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ, ને તેમને કદી માફ કરીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગોમેરને ફરીથી ગર્ભ રહ્યો, ને આ વખતે પુત્રી અવતરી, યહોવાએ તેને કહ્યું, “તું તેણીનું નામ લો-રૂહામાહ પાડ; કારણકે હવે પછી હું કદી ઇસ્રાએલના લોકો પર તેમના પાપોને ક્ષમા કરીને દયા દેખાડવાનો નથી.