Hosea 10:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પોતાને સારુ નેકી વાવો, વિશ્વાસનીયતાનાં ફળ લણો. તમારી પડતર જમીન ખેડો, કેમ કે તેઓ આવે અને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી, યહોવાહને શોધવાનો સમય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં કહ્યું, ‘તમારે માટે પડતર જમીનનું ખેડાણ કરો, નેકી વાવો અને મારા પ્રત્યેની તમારી નિષ્ઠાથી મળતી ફસલ પ્રાપ્ત કરો. હું આવીને તમારા પર આશિષની વૃષ્ટિ કરું ત્યાં સુધી મારી પાસે હા, તમારા પ્રભુ પાસે પાછા ફરવાનો આ સમય છે’.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પોતાને માટે નેકી વાવો, ને તેના પરિણામમાં કૃપા લણશો. તમારી પડતર જમીન ચાસી નાખો; કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં કહ્યું, “પોતાને સારુ સત્કર્મો વાવો અને સાચા પ્રેમના ફળ લણો, તમારા હૃદયની કઠણ જગ્યાઓને ખેડો. યહોવાને શોધવાનો સમય થઇ ગયો છે જ્યાં સુધી યહોવા આવે અને તમારા પર ભલમનસાઇ વરસાવે.