Hosea 10:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે મહાન રાજાને માટે બક્ષિસ તરીકે તેને આશૂર લઈ જવામાં આવશે. એફ્રાઇમ બદનામ થશે, ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે વાછરડાની મૂર્તિ જ નજરાણાં તરીકે આશ્શૂરના સમ્રાટ પાસે લઈ જવાશે. પોતે અનુસરેલી સલાહને લીધે ઇઝરાયલના લોકો અપમાનિત અને લજ્જિત થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી યારેબ રાજાને માટે બક્ષિસ તરીકે વાછરડાને આશૂરમાં લઈ જવામાં આવશે; એફ્રાઈમ લજ્જા પામશે, ને ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે એ વાછરડાને ત્યાંના મહાન રાજાને વસુલી તરીકે આપવા માટે તેઓની સાથે ગાડામાં આશ્શૂર લઇ જવામાં આવશે. અને તેઓને સાથે ચાકરોની જેમ લઇ જવામાં આવશે. ઇસ્રાએલની અપકીર્તિ થશે અને તેણે પોતે લીધેલા માર્ગ માટે શરમાવું પડશે.