Hosea 14:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશૂર અમને બચાવી શકશે નહિ; અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, 'કે તમે અમારા દેવો છો,' કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આશ્શૂર દેશ અમને બચાવી શકે નહિ અને યુદ્ધના ઘોડાઓ અમને રક્ષણ આપી શકે નહિ. હવે અમે મૂર્તિઓને નહિ કહીએ કે તમે અમારા ઈશ્વર છો. અમે કબૂલ કરીએ છીએ: હે પ્રભુ, અનાથો પર તમે દયા દર્શાવો છો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આશૂર અમારો ઉદ્ધાર કરશે નહિ. એમે ઘોડાઓ પર સવારી કરીશું નહિ; અને હવે પછી કદી અમે અમારા હાથોની કૃતિને અમારા દેવો કહીશું નહિ; અનાથો પર તમારી રહેમનજર રહે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આશ્શૂર અમને બચાવી શકશે નહિ; હવે અમે કદી યુદ્ધના ઘોડાને ભરોસે રહીશું નહિ, અને હવે અમે કદી હાથે ઘડેલી મૂર્તિને ‘અમારો દેવ કહીશું નહિ’ તમે જ અનાથના નાથ છો.”