Hosea 14:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એફ્રાઇમ કહેશે, 'મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ? હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો. હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું; મારી પાસેથી જ તને ફળ મળે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એફ્રાઈમના લોકોને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? હું તેમની પ્રાર્થના સાંભળીશ અને તેમની સારસંભાળ રાખીશ. સતત લીલાછમ રહેતા દેવદારની જેમ હું તેમને છાયારૂપ થઈશ, તેમની બધી જ આશિષોનું ઉદ્ગમસ્થાન હું જ છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એફ્રાઈમ [કહેશે], ‘હવે પછી મારે મૂર્તિઓની સાથે શું લાગેવળગે?’ હું તેના પર નજર રાખીશ એવો મેં ઉત્તર આપ્યો છે; હું લીલા દેવદાર જેવો છું. મારી પાસેથી તને ફળ મળે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે. હું એ છું જે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપુ છું. અને હું તમારી સંભાળ રાખુ છું. તમારી સારસંભાળ રાખું છું. હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું. મારી પાસેથી જ તમને ફળ મળે છે.”