Hosea 2:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તેમ નહિ, તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ તેના જન્મદિવસે તે હતી તેવી તેની નિર્વસ્ત્ર દશા હું બતાવીશ. હું તેને અરણ્ય સમાન કરીને, સૂકી ભૂમિ જેવી કરી દઈશ, હું તેને પાણી વગર તરસે મારી નાખીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રખેને હું તેને નવસ્ત્રી કરીને તેના જન્મદિવસે તે હતી તેવી નગ્ન કરી મૂકું, ને તેને વેરાનરૂપ કરીને, સૂકી જમીન જેવી કરી મૂકું, ને તેને તૃષાથી મારી નાખું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તે તેમ કરતાં નહિ અટકે તો હું તેને તેના જન્મ સમયે હતી તેવી નગ્ન કરી દઇશ અને તેને વેરાન સ્થળે મોકલી આપીશ. હું તેને મરુભૂમિ સમી સૂકીભઠ બનાવી દઇશ અને તેને પાણી વિના તરસે મરવા દઇશ.