Hosea 2:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ફસલના સમયે હું તેનું અનાજ અને મારો નવો દ્રાક્ષારસ તેની મોસમમાં પાછા લઈ લઈશ. તેની નિર્વસ્ત્રતા ઢાંકવા, મેં જે મારું ઊન તથા શણ આપ્યાં હતાં તે પણ હું પાછાં લઈ લઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી કાપણીની મોસમમાં મારાં આપેલાં અનાજ અને દ્રાક્ષાસવ હું પાછાં લઈ લઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે મોસમમાં હું મારું અનાજ તથા મારો‍ દ્રાક્ષારસ પાછાં લઇ લઈશ, ને મારું ઊન તથા મારું શણ જે તેની નગ્નતા ઢાંકવાને માટે હતાં, તે હું ખૂંચવી લઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેના પ્રેમીઓ આગળ તેની શરમ ઉઘાડી પાડીશ. મારા હાથમાંથી તેને કોઇ બચાવી શકશે નહિ.