Hosea 4:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે; ડુંગરો પર, એલોનવૃક્ષો, પીપળવૃક્ષો તથા એલાહવૃક્ષોની નીચે ધૂપ બાળે છે. તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પર્વતોની ટોચ પરનાં પૂજાસ્થાનોમાં તેઓ યજ્ઞો કરે છે અને ટેકરીઓ પર ઊંચાં અને ઘટાદાર ઓક વૃક્ષો નીચે સારો છાંયો હોવાથી તેઓ ત્યાં ધૂપ બાળે છે. “પરિણામે, તમારી પુત્રીઓ વેશ્યાગીરી કરે છે અને તમારી પુત્રવધૂઓ વ્યભિચાર કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ પર્વતોનાં શિખરો પર યજ્ઞો કરે છે, ને ડુંગરો પર ધૂળ બાળે છે, એટલે તેઓની ઘટછાયાને લીધે તેઓ ઓકવૃક્ષો, પીપlળાવૃક્ષો તથા એલોનવૃક્ષો નીચે, ધૂપ બાળે છે. એને લીધે તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, ને તમારી પુત્રવધૂઓ જારકર્મ કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ પર્વતોના શિખરો ઉપર મૂર્તિઓ સન્મુખ બલિદાન કરે છે; ડુંગરો ઉપર જઇને ઓકવૃક્ષો, પીપળાવૃક્ષો તથા એલાહવૃક્ષો તળે, ધૂપ બાળે છે; એને લીધે તમારી પુત્રીઓ વ્યભિચાર કરે છે, ને તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.”