Hosea 4:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, કે તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ. કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે, દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે. આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં હું તેમને એ માટે સજા કરીશ નહિ. કારણ, તમે પોતે જ વેશ્યાઓ સાથે એકાંતમાં જાઓ છો અને મંદિરની દેવદાસીઓ સાથે જોડાઈને ભ્રષ્ટ અર્પણો ચઢાઓ છો.” આમ, અક્કલ વગરના લોકો નાશ વહોરી લે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, ને તમારી પુત્રવધુઓ જારકર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ; કેમ કે [પુરુષો] પોતે છિનાળોને લઈને એકાંતમાં જતા રહે છે, ને દેવદાસીઓની સંઘાતે યજ્ઞો કરે છે; અને અજ્ઞાન લોકો પાયમાલ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તમારી પુત્રીઓ જાતીય પાપો કરશે, અને તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ કારણ, પુરુષો પોતે જ વારાંગનાઓ સાથે નિષિદ્ધ વ્યવહાર રાખે છે અને વારાંગનાઓની સંગતમાં મંદિરમાં યજ્ઞો ચઢાવે છે. આ રીતે જે લોકોને સમજણ નથી તેઓ પોતાનો વિનાશ કરી રહ્યાં છે.