Hosea 4:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઇઝરાયલ, જોકે તું વ્યભિચાર કરે, પણ યહૂદિયાને દોષિત થવા દઈશ નહિ. તમે લોકો ગિલ્ગાલ જશો નહિ; બેથ-એવેન પર ચઢશો નહિ. અને "જીવતા યહોવાહના સમ" ખાશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે ઇઝરાયલના લોકો, જો કે તમે વેશ્યાની જેમ બેવફા બનો, તો તેથી યહૂદિયાના લોકોએ એ જ બાબતમાં દોષિત બનવાની જરૂર નથી. ગિલ્ગાલ કે ‘બેથ-આવેન’માં ભક્તિ કરવા જશો નહિ અને ત્યાં જઈને જીવતા પ્રભુના નામે સમ ખાશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે ઇઝરાયલ, જો કે તું છિનાળની જેમ વર્તે, તોપણ યહૂદિયાએ દોષિત ન થવું. તમારે ગિલ્ગાલ આવવું નહિ, ને તમારે બેથ-આવેન પર ચઢવું નહિ, તેમ જીવતા યહોવાના સમ પણ ખાવા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે ઇસ્રાએલ, તું એક વારાંગના વતેર્ તેમ યહૂદાને એ જ પાપ ન કરવા દેતી. ગિલ્ગાલ કે, બેથ-આવેન ન જતા અને યહોવાના નામે સમ ન લેશો. અને ત્યાં યહોવાના સમ ખાશો નહિ.