Hosea 5:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે યાજકો, તમે આ સાંભળો. હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો. હે રાજકુટુંબ તું સાંભળ. કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે. મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતા, તાબોર પર જાળની જેમ પ્રસરેલા છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે યજ્ઞકારો, સાંભળો! હે ઇઝરાયલના લોકો ધ્યાન આપો! હે રાજકુટુંબના માણસો, લક્ષ દો! તમને સજા ફરમાવી દેવામાં આવી છે. તમે મિસ્પામાં ફાંદારૂપ અને તાબોર પર્વત પર પાથરેલી જાળ જેવા બન્યા છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યાજકો, તમે આ સાંભળો, ને હે ઇઝરાયલ લોકો, તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ, તું સાંભળ, કેમ કે તમારી વિરુદ્ધ દંડાજ્ઞા છે; કેમ કે તમે મિસ્પામાં ફાંદારૂપ, તથા તાબોર પર નાખેલી જાળરૂપ થયા છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યાજકો, તમે આ સાંભળો! હે ઇસ્રાએલીઓ, ધ્યાન આપો! હે રાજકુટુંબના સર્વ માણસો ધ્યાનથી સાંભળો! તમને દોષિત ઠરાવવામાં આવ્યાં છે. કારણકે મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતાં, તાબોર પર્વત ઉપર જાળની જેમ પથરાયા હતાં.