Hosea 5:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે. હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “યહૂદિયાના આગેવાનો ઇઝરાયલની જમીન પચાવી પાડી સીમાચિહ્નો હટાવનાર બન્યા છે. તેથી હું તેમના પર રોષે ભરાયો છું અને હું મારો કોપ રેલની પેઠે તેમના પર રેડી દઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયાના અમલદારો બાણ ખસેડનારાઓના જેવા છે; હું મારો કોપ પાણીની જેમ તેઓ પર રેડીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “યહૂદાના આગેવાનો દુષ્ટ લોકોની જેમ ર્વત્યા; જેમણે પાડોશીઓની જમીનની સરહદના પથ્થરો ખસેડ્યાં. તેમના ઉપર હું મારો ક્રોધ પાણીના ધોધની જેમ વહેવડાવીશ.