Hosea 7:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ પોતાના હૃદયથી મને પોકારતા નથી, પણ તેઓ પથારીમાં પડ્યા પડ્યા વિલાપ કરે છે. તેઓ અનાજ અને દ્રાક્ષારસ મેળવવા પોતાના પર પ્રહાર કરે છે, તેઓ મારાથી પાછા ફરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે ખરા દિલથી મને પ્રાર્થના કરી નથી. એથી ઊલટું, તેઓ વિધર્મીઓની માફક જમીન પર આળોટે છે અને રડે છે. જ્યારે તેઓ અનાજ અને દ્રાક્ષાસવ માટે પ્રાર્થના કરે છે ત્યારે વિધર્મીઓની માફક તેઓ પોતાને ઘાયલ કરે છે. તેઓ કેવા બંડખોર છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ પોતાના અંત:કરણથી મને હાંક મારી નથી, પણ તેઓ પોતાના બિછાનામાં [સૂતા સૂતા] બૂમરાણ કરે છે; તેઓ ધાન્ય તથા મદ્યને માટે એકત્ર થાય છે, તેઓ મારી વિરુદ્ધ બંડ કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ સાચા હૃદયથી મને પોકારતા નથી; તેઓ પથારીમાં પડ્યા પડ્યા ખેતીના પાક માટે રોદણાં રડે છે. અને પોતાના શરીર ઉપર પ્રહાર કરે છે, તેમ છતાં તેઓ મારી વિરૂદ્ધ બંડ કરે છે.