Hosea 7:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ બધા જ વ્યભિચારીઓ છે; તેઓ ભઠિયારાએ સળગાવેલી ભઠ્ઠી જેવા છે, લોટને મસળે ત્યારથી તેને ખમીર ચઢે ત્યાં સુધી આગને બંધ કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સૌ દ્રોહી અને દગાખોર છે. ભઠિયારો ભઠ્ઠીનો તાપ ધીમો રાખે છે અને લોટ બાંયા પછી ખમીર ચઢે ત્યારે જ અગ્નિ સંકોરીને તાપ વધારે છે. તમારો ધૂંધવાતો તિરસ્કાર પણ એવા ભારેલા અગ્નિ જેવો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ સર્વ વ્યભિચારીઓ છે; ભઠિયારાએ તપાવેલી ભઠ્ઠી જેવા તેઓ છે; લોટના લોંદાને મસળે ત્યારથી તે તેને ખમીર ચઢે ત્યાં સુધી [અગ્નિને] સંકોરવાનું તે બંધ કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ બધા જ વ્યભિચારીઓ છે; તેઓ સળગતી ભઠ્ઠી જેવા છે અથવા એ ભઠિયારા જેવા છે, જે લોટને મસળે ત્યારથી તેને ખમીર ચઢે ત્યાં સુધી આગને સંકોરતા નથી.