Hosea 7:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે પોતાનું હૃદય ભઠ્ઠીની જેમ તૈયાર કરીને, તેઓ કપટભરી યોજના ઘડે છે. તેઓનો ક્રોધ આખી રાત બળતો રહે છે; સવારમાં તે અગ્નિના ભડકાની પેઠે બળે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તપાવેલી ભઠ્ઠીની જેમ તેઓ તેમના પ્રપંચમાં સળગતા રહ્યા. આખી રાત તેમનો રોષ ધૂંધવાતો રહ્યો અને સવારે તો જવાળાઓમાં ભભૂકી ઊઠયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પોતાનું મન ભઠ્ઠીની જેમ તૈયાર કરીને તેઓ સંતાઈને તાકી રહ્યા છે. તેઓનો ક્રોધ આખી રાત ઊંઘતો પડી રહે છે; સવારમાં તે અગ્નિના ભડકાની જેમ બળે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ ગુપ્ત યોજનાઓ બનાવતા તેમના હૃદય ભઠ્ઠીની જેમ ઉત્તેજનાથી તપતા હોય છે. આખી રાત તેમનો આવેશ બળતો રહે છે અને સવારના તે આગનાં ભડકાઓમાં બદલાઇ જાય છે.