Hosea 8:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કે તેઓ પ્રજાઓમાં પૈસા આપીને પ્રેમીઓ રાખે છે, તોપણ હું તેઓને ઠેકાણે લાવીશ. જેથી તેઓ થોડી વાર સુધી રાજાના સરદારોને અભિષેક કરવાનું બંધ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ હવે હું તેમને એકઠા કરીને સજા કરીશ. થોડા જ સમયમાં આશ્શૂરનો રાજા તેમના પર જુલમ ગુજારશે એટલે તેઓ દુ:ખથી બેવડા વળી જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હા, જો કે તેઓ વિદેશીઓમાં પૈસા ઠરાવીને તેમને રાખે છે, તોપણ હવે હું તેમને ઠેકાણે લાવીશ, જેથી તેઓ થોડી વાર સુધી રાજાને તથા અમલદારોને અભિષેક કરવાનું બંધ રાખે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કે ઇસ્રાએલ રાષ્ટ્રો વચ્ચે તેણીના ‘પ્રેમીઓ’ પાસે ગઇ હતી, હવે હું તેમને સાથે ભેગા કરીશ. તેઓ પ્રચંડ રાજાના ત્રાસ હેઠળ પીડા ભોગવવાનુ શરુ કરશે.