Hosea 8:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે લોકો પવન વાવે છે, અને વંટોળિયો લણશે, તેના કણસલામાંથી અનાજ નહિ મળે, તેની ઊપજમાંથી લોટ નીકળશે નહિ. જો કદાચ તેમાંથી કંઈ નીકળશે, તો વિદેશીઓ તેનો નાશ કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તેઓ પવન વાવે તો વંટોળિયો લણશે! ખેતરમાં અનાજ ન પાકે તો ખોરાક ન મળે. છતાં કદાચ અનાજ પાકે તો વિદેશીઓ તે ખાઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેઓ પવન વાવે છે, ને તેઓ વંટોળિયો લણશે! તેને ઊભું કરશણ નથી; તેના કણસલામાંથી કંઈ અનાજ નીકળશે નહિ. જો કદાચ તેમાંથી નીકળે, તો પારકાઓ તેને ગળી જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે લોકોએ પવન વાવ્યો છે, તેથી વંટોળિયો જ લણશે, પાકને કણસલા જ ન બેઠા હોય તો દાણા ન જ મળે, જો તેમાં થોડા ઘણા હશે તો તેને વિદેશીઓ હડપ કરી જશે.