Isaiah 11:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ બન્ને ભેગા મળીને પશ્ચિમમાં પલિસ્તીઓ પર ઊતરી પડશે અને તેઓ એકઠા થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબ પર હુમલો કરશે અને આમોન તેઓના હુકમ માનશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સાથે મળીને પશ્ર્વિમ તરફ પલિસ્તીઓ પર આક્રમણ કરશે, તેમજ પૂર્વની પ્રજાઓને પણ લૂંટશે. તેઓ અદોમ અને મોઆબ પર વિજય મેળવશે અને આમ્મોનીઓ તેમને આધીન થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ઊડીને પશ્ચિમમાં પલિસ્તીઓની ખાંધ પર ઊતરી પડશે. તેઓ એકત્ર થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબને હસ્તગત કરશે; અને આમ્મોનીઓ તેઓના હુકમ માથે ચઢાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ બંને ભેગા મળીને ખભેખભા મિલાવી પશ્ચિમમાં પલિસ્તીઓ પર તૂટી પડશે અને પૂર્વના લોકોને લૂંટી લેશે; અદોમ અને મોઆબ તેમની મૂઠીમાં આવશે; અને આમ્મોનના લોકો તેમની આણ સ્વીકારશે.