Isaiah 12:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે તમે કહેશો, "યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ દિવસે લોકો ગાશે: યાહવેનો આભાર માનો! તેમને નામે મદદ માટે પોકાર કરો! પ્રજાઓ આગળ તેમનાં કાર્યો જણાવો! તેમનું નામ શ્રેષ્ઠ છે તેની તેમને જાણ કરો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસે તમે કહેશો, “યહોવાની આભારસ્તુતિ કરો, તેમનું નામ લઈને તેમને હાંક મારો, લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે તે દિવસે કહેશો કે, “યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો; સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો; તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”