Isaiah 14:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે મારા દેશમાં હું આશૂરનાં ટુકડેટુકડા કરીશ અને મારા પર્વતો પર હું તેને પગ નીચે ખૂંદી નાખીશ. ત્યારે તેની ઝૂંસરી તેઓ પરથી ઊતરી જશે અને તેનો ભાર તેઓના ખભા પરથી ઊતરી જશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે મારા દેશમાં હું આશૂરના કકડેકકડા કરીશ, અને મારા પર્વતો પર હું તેને ખૂંદી નાખીશ; તે વખતે એની ઝૂંસરી તેઓ પરથી નીકળી જશે, ને એનો ભાર તેઓની ખાંધ પરથી ઉતારવામાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું મારા દેશનાં ડુંગરો પર આશ્શૂરને પગ તળે રોળી તેનો ભૂક્કો ઉડાવી દઇશ. ત્યારે તેની ઝૂંસરી મારા લોકો પરથી ઊતરી જશે. તેનો બોજો તેમના ખભા પરથી ઊતરી જશે.