Isaiah 15:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી હેશ્બોન અને એલઆલે ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે. તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેશ્બોન અને એલઆલેના લોકો વિલાપ કરે છે અને તેમનો સાદ છેક યાહાસ સુધી સંભળાય છે. મોઆબના સશસ્ત્ર સૈનિકો પણ ધ્રૂજી ઊઠયા છે અને તેમની હિંમત ભાંગી પડી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હેશ્બોન તથા એલઆલે પોકેપોક રડે છે; યાહાસ સુધી તેમનો સાદ સંભળાય છે. તે માટે મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ પાડે છે; તેથી તેનું હ્રદય ક્ષોભ પામે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી હેશ્બોન અને એલઆલેહના લોકો પોકેપોક રડે છે; તેમનો અવાજ યાહાસ સુધી સંભળાય છે; તેથી મોઆબના સશસ્ત્ર યોદ્ધાઓ પણ થથરી જાય છે, તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.