Isaiah 16:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતાં રહ્યાં છે; દ્રાક્ષાવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ. દ્રાક્ષાકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ; મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની ફળની વાડીઓમાંથી આનંદ અને ઉત્સાહ ઓસરી ગયાં છે. દ્રાક્ષવાડીઓમાં ગવાતાં ગીતો બંધ થઈ ગયાં છે. કોઈ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદીને તેનો દ્રાક્ષાસવ કાઢતું નથી. કારણ, મેં આનંદના પોકારનો અંત આણ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતા રહ્યા છે; દ્રાક્ષાવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ, અને દ્રાક્ષાકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ. મેં [હર્ષનાં] ગાયન બંધ કર્યાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારી વાડીઓમાંથી આનંદ લોપ પામ્યા છે, દ્રાક્ષકુંજોમાં ગીતો ગવાતા બંધ થઈ ગયા છે; આનંદના પોકાર કોઇ કરતું નથી, કે કોઇ દ્રાક્ષારસ બનાવવા માટે દ્રાક્ષો ગૂંદતું નથી, બધા લણનારાઓનો કલશોર શમી ગયો છે.