Isaiah 16:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હેશ્બોનનાં ખેતરો અને સિબ્માની દ્રાક્ષાવાડીઓ કસ વગરની થઈ ગઈ છે. દેશના અધિપતિઓએ ઉત્તમ દ્રાક્ષાને પગ તળે ખૂંદી નાખી છે, તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં ફેલાવો પામતી. તેની ડાળીઓ વિદેશમાં પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, હેશ્બોનનાં ખેતરો અને સિબ્માની દ્રાક્ષવાડીઓ ખેદાનમેદાન થઈ જશે. આ દ્રાક્ષવાડીઓના શ્રેષ્ઠ દારૂથી વિદેશી રાજ્યર્ક્તાઓ મસ્ત થતા હતા. એ સમયે એનો દ્રાક્ષવેલો યાઝેર સુધી, પૂર્વના રણપ્રદેશ સુધી અને પશ્ર્વિમમાં મૃતસરોવરને પેલે પાર પહોંચતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હેશ્બોનનાં ખેતરો કસ વગરનાં થઈ ગયાં છે, સિબ્માના દ્રાક્ષાવેલાની ઉત્તમ કલમો વિદેશીઓના અધિપતિઓએ તોડી નાખી છે; તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં તેઓ ફેલાવો પામતી; તેની ડાળી પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ, હેશ્બોનમાં ખેતરો કસ વગરનાં થઇ ગયા છે. સિબ્માહની દ્રાક્ષની વાડીઓ ખેદાનમેદાન થઇ ગઇ છે. એક સમય એવો હતો જ્યારે એ દ્રાક્ષની વાડીઓ બાલ-ગોયિમ અને યાઝેર સુધી પહોંચતી હતી. અને ત્યાંથી ઠેઠ રણ સુધી ફેલાતી હતી; અને પશ્ચિમમાં એની શાખાઓ સમુદ્રની સામે પાર સુધી પહોંચતી હતી.