Isaiah 16:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માની દ્રાક્ષાવાડીને માટે રડીશ; હે હેશ્બોન તથા એલઆલે, હું તને મારાં આંસુઓથી સિંચીશ. કેમ કે તારા ઉનાળાનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હું સિબ્માના દ્રાક્ષવેલા માટે તેમજ યાઝેરના દ્રાક્ષવેલા માટે રુદન કરીશ. હું હેશ્બોન અને એલઆલેના માટે આંસુ સારું છું. કારણ ત્યાંના લોકો માટે પાકેલી દ્રાક્ષો વીણતી વખતે અને ફસલની કાપણી કરતી વખતે થતો આનંદ વિલાઈ ગયો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માના દ્રાક્ષાવેલાને માટે રડીશ; હે હેશ્બોન તથા એલાલે, હું તને મારાં આંસુઓથી સિંચીશ; કેમ કે તારાં ઉનાળાનાં ફળ પર તથા તારી ફસલ પર રણનાદ થયો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે હું યાઝેરના લોકોની સાથે સિબ્માહની દ્રાક્ષકુંજો માટે રડીશ, હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ, કારણ કે તમારો પાક લણનારાઓનો કલશોર સંભળાતો નથી,