Isaiah 17:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ઝુડાયેલાં જૈતૂન વૃક્ષ પ્રમાણે, તેમાં કંઈ વીણવાનું બાકી રહેશે: ટોચની ડાળીને છેડે બે ત્રણ ફળ, ઝાડની ડાળીઓ પર ચારપાંચ ફળ રહી જશે" ઇઝરાયલના ઈશ્વર યહોવાહનું આ વચન છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈ ઓલિવવૃક્ષને ઝૂડયા પછી તેની ટોચે ઓલિવનાં બે કે ત્રણ ફળ રહી જાય અથવા કોઈ લચી પડેલી ડાળી પર ચારપાંચ ઓલિવફળ રહી જાય તે પ્રમાણે ઇઝરાયલમાંથી બહુ થોડા લોક બચી જશે. હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ એ બોલ્યો છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ઝુડાયેલા જૈતવૃક્ષ પ્રમાણે તેમાં કંઈ કંઈ વીણવાનું બાકી રહેશે; ટોચની ડાળીને છેડે બેત્રણ ફળ, ફળઝાડની ડાળીઓ પર ચારપાંચ ફળ [રહી જશે]; ઇઝરાયલના ઈશ્વર યહોવાનું વચન એવું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ફકત રડ્યાં ખડ્યાં થોડાં ડૂંડા ત્યાં વેરાયેલા પડ્યાં હશે. જેમ કોઇ જૈતૂનના ઝાડને હલાવ્યા પછી છેક ઉપરની ડાળી પર બે ત્રણ ફળ રહે, અથવા ગાઢા પાંદડાવાળી ડાળીએ ચારપાંચ જૈતૂન રહે, તેવું ઇસ્રાએલનું થશે” એમ સૈન્યોના દેવ યહોવાએ કહ્યું હતું.