Isaiah 18:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મને એમ કહ્યું કે, "હું શાંતિથી મારા નિવાસસ્થાનેથી અવલોકન કરીશ, સૂર્યપ્રકાશમાં ઊકળતી ગરમીના જેવો, કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો રહીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મને કહ્યું, “કાપણીની મોસમમાં હુંફાળી રાત્રિએ ધીરેથી જામતા ઝાકળની જેમ અને ભરબપોરે પડતા બેઠા તાપની જેમ હું મારા નિવાસસ્થાનમાંથી સ્વસ્થપણે જોઈ રહીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે યહોવાએ મને એમ કહ્યું છે, “હું સ્વસ્થ રહીશ, અને મારા નિવાસસ્થાનમાંથી જોતો રહીશ. તડકાના તેજસ્વી તથા જેવો, કાપણીની મોસમના ઉષ્ણકાળમાં ઘૂમરના વાદળા જેવો રહીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ, યહોવાએ મને આ પ્રમાણે કહ્યું છે, “ગ્રીષ્મના બળબળતા બેઠા તડકાની જેમ, કાપણીની ઋતુંની ગરમીમાં જામતાં ઝાકળની જેમ, હું શાંત બેઠો મારા નિવાસસ્થાનેથી જોયા કરીશ.