Isaiah 19:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે, મિસરીઓ સ્ત્રી જેવા થશે. યહોવાહના ઉગામેલા હાથને કારણે તેઓ ભયભીત થઈને થથરવા લાગશે જે હાથ સૈન્યોના યહોવાહે તેમના પર ઉગામ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સમયે ઇજિપ્તના લોકો સ્ત્રી જેવા ડરપોક બની જશે. સર્વસમર્થ પ્રભુએ તેમનો વિનાશ કરવા પોતાનો હાથ ઉગામ્યો છે. તે જોતાં જ તેઓ ભયથી થરથરવા માંડશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસે મિસર નાહિંમત થશે; સૈન્યોના [ઈશ્વર] યહોવા ત પર મુકકી ઉગામે છે, તે ઉગામવાથી તે ધ્રૂજશે તથા બીશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે મિસરીઓ સૈન્યોના દેવ યહોવાને પોતાની સામે હાથ ઉગામતો જોઇને, સ્ત્રીની જેમ ભયભીત થઇને થથરવા લાગશે.