Isaiah 22:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'તારું અહીં શું છે અને તું કોણ છે કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તારું અહીં શું છે? પોતાને માટે અહીં પર્વત પર ખડકમાં કબર ખોદાવવાનો તને શો અધિકાર છે? જો, તે પોતાને માટે કબર ખોદાવે છે અને ખડકમાં પોતાને માટે આરામસ્થાન કોતરાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
‘તારું અહીં શું છે? અને તારું અહીં કોણ છે કે, તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અહીં તારે શું કામ છે, તને અહીં શો અધિકાર છે કે તેં તારે માટે પર્વત ઉપર ખડકમાં કબર ખોદાવી છે? હું તને જોરથી ઝાટકી નાખીશ.