Isaiah 22:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરે, ઘોંઘાટિયા નગર, ખુશામતથી ભરપૂર નગર, તારા મૃત્યુ પામેલા તરવારથી મારેલા નથી અને તેઓ યુદ્ધમાં માર્યા ગયા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આખા શહેરમાં આનંદોત્સવને લીધે ઉત્તેજના અને શોરબકોર વ્યાપી ગયાં છે! તમારા માર્યા ગયેલા માણસો કંઈ રણમેદાનમાં લડતાં લડતાં મોતને ભેટયા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અરે, શોરબકોરથી ભરપૂર, ઘોંઘાટ કરનાર નગર, મોજીલા શહેર, તારા મારેલા તો તરવારથી મારેલા નથી, ને યુદ્ધમાં મરણ પામેલા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અરે, શોરબકોરથી ભરપૂર, ઘોંઘાટ કરનાર નગર, મોજીલા નગર, તારા નિવાસીઓ જેઓ મૃત્યુ પામ્યા છે, તેઓ તરવારથી નથી મરાયા અને તેઓ યુદ્ધમાં પણ માર્યા ગયા નથી.