Isaiah 22:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યોના યહોવાહનું એવું વચન છે કે, "તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે" કેમ કે આ યહોવાહ એવું બોલ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “એ સમયે મજબૂત સ્થાનમાં જડેલો ખીલો નીકળી પડશે અને તેના પર લટકાવેલો બધો ભાર નીચે પડીને નષ્ટ થઈ જશે.” આ તો પ્રભુનાં વચન છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સૈન્યોના ઈશ્વર યહોવાનું એવું વચન છે કે, તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; તે કપાઈ જઈને નીચે પડશે, ને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે; કેમ કે યહોવા એવું બોલ્યા છે.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સૈન્યોના દેવ યહોવાનું એવું વચન છે કે,એક દિવસ તેને સ્થાને મજબૂત રીતે ખોડેલો ખીલો ઊખડી જશે. અને તેના ઉપર લટકતો બધો ભાર ભોંયભેગો થશે અને તેના ટૂકડે ટૂકડા થઇ જશે.” આ યહોવાના વચન છે.