Isaiah 23:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે કહ્યું, "સિદોનની પીડિત કુંવારી દીકરી, તું હવે ફરીથી આનંદ કરીશ નહિ; ઊઠ, કીત્તિમ સુધી પેલે પાર જા; ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે કુંવારી કન્યા જેવી સિદોન નગરી, તારા સુખનો અંત આવ્યો છે અને તારા લોક પર જુલમ ગુજારવામાં આવે છે. તેઓ સાયપ્રસ નાસી જશે. છતાં તેમને ત્યાંયે આરામ મળવાનો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે કહ્યું, “જેના પર બલાત્કાર થયો છે એવી સિદોનની કુંવારી દીકરી, તું હવે પછી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; હા, ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવએ કહ્યું છે, “હે સિદોનનગરી તારા સુખનો અંત આવ્યો છે. તારા લોકો પર અન્યાય કર્યો છે; તેઓ સાયપ્રસ ચાલ્યા જશે તોયે ત્યાં પણ તેમને આરામ મળવાનો નથી.”