Isaiah 23:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કાસ્દીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે: તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તૂરને વનવગડાનાં પ્રાણીઓનું રહેઠાણ બનાવી દેનાર તો આશ્શૂરીઓ નહિ, પણ બેબિલોનીઓ હતા. ઘેરા માટે માટીના ટેકરા બનાવી તૂરની કિલ્લેબંદીને તોડી નાખનાર અને શહેરને ખંડિયેર બનાવી દેનાર તો બેબિલોનીઓ હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશૂરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા, તેણે તે ને ઉજજડ કરી નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખાલદીઓની ભૂમિને જુઓ; આ એ રાષ્ટ છે જે હવે અસ્તિત્વ ધરાવતું નથી, આશ્શૂરે તેને રણના લોકો માટે વસાવ્યો; તેઓએ તેના બૂરજો ઊભા કર્યા અને એક કિલ્લો બાધ્યો. તેઓએ એનાં મહેલને ભોંયભેંગા કર્યા; અને તેનો વિનાશ કર્યો.