Isaiah 24:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૃથ્વીને છેડેથી આપણે, "ન્યાયીનો મહિમા થાઓ" એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, "હું વેડફાઈ જાઉં છું, હું વેડફાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; હા, ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દુનિયાના દૂરદૂરના દેશોમાંથી આપણે ગીતો સાંભળીશું. “ન્યાયી ઈશ્વરનો મહિમા હો!” પણ મેં કહ્યું કે, “મારે માટે કોઈ આશા નથી. હું ક્ષીણ થતો જઉં છું!” દગાખોર દગો કરે છે, તેઓ કપટથી દગો કર્યે જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પૃથ્વીને છેડેથી આપણે, ‘ન્યાયીઓનો મહિમા [થાઓ], ’ એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, હું સુકાઈ જાઉં છું, હું સુકાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૃથ્વીના બધા છેડેથી આપણે “ન્યાયીનો મહિમા થાઓ” તેમ સાંભળીશું પણ અફસોસ! “હું તો ક્ષીણ થતો જઉં છું, મારા માટે કોઇ આશા નથી. દગાબાજી કરનારા દગાબાજી કરે જાય છે અને દિવસે દિવસે તેઓની દગાબાજીમાં વધારો થતો જાય છે.”