Isaiah 26:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ મરણ પામ્યા છે, તેઓ જીવશે નહિ; તેઓ મરણ પામ્યા છે, તેઓ પાછા ઊઠશે નહિ. તે જ માટે તમે તેઓનો ન્યાય કરીને તેઓનો નાશ કર્યો છે અને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે તો તેઓ મરી પરવાર્યા છે અને ફરી કદી જીવતા થવાના નથી. તેમના ગયેલા જીવ પાછા આવતા નથી; કારણ, તમે તેમને શિક્ષા કરી છે; તેમનો નાશ કર્યો છે. તમે તેમનું સ્મરણ માત્ર નાબૂદ કર્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મરેલા જીવશે નહિ; મૃત્યુ પામેલાઓ પાછા ઊઠશે નહિ; તે જ માટે તમે તેમનો ન્યાય કરીને તેમનો નાશ કર્યો છે, ને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પહેલાં જેઓએ અમારી ઉપર શાસન કર્યું હતું, તેઓ મૃત્યુ પામ્યાં અને ચાલ્યા ગયા છે; તેઓ હવે ફરીથી કદી જ પાછા આવી શકે તેમ નથી. તેમ તેઓની વિરુદ્ધ થયા અને તેઓનો નાશ કર્યો અને તેઓનું નામનિશાન પણ રહ્યું નથી.