Isaiah 26:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાત્રે હું તમારે માટે આતુર બની રહું છું; હા, મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. કેમ કે પૃથ્વી પર તમારો ન્યાય આવે છે, ત્યારે જગતના રહેવાસીઓ ન્યાયીપણું શીખે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાત્રે હું મારા પૂરા દયથી તમારી ઝંખના કરું છું અને મારો અંતરાત્મા તમારી આતુરતાથી ઉત્કંઠા રાખે છે. પૃથ્વી અને તેના લોકો વિષેના તમારા ન્યાયચુકાદાઓ પરથી સાચું શું છે તે તેઓ શીખશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાત્રે હું તમારે માટે આતુર બની રહ્યો છું; મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. પૃથ્વી પર તમારાં ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખી રાત હું તમારા માટે ઉત્કંઠિત રહ્યો છું; મારા ખરા હૃદયથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ; કારણ કે જ્યારે તમે પૃથ્વીનો ન્યાય કરીને શિક્ષા કરો છો, ત્યારે લોકો પોતાની દુષ્ટતાથી પાછા ફરે છે અને યોગ્ય માર્ગે વળે છે.