Isaiah 27:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી આ રીતે, યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, કેમ કે તેનાં પાપ દૂર કરવાનાં તમામ ફળ આ છે: તે વેદીના સર્વ પથ્થરને પીસીને ચુનાના પથ્થર જેવા કરી નાખશે અને અશેરાના સ્તંભો અને કોઈ ધૂપવેદી ઊભી રહેશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી આ જ રીતે યાકોબના અપરાધનું પ્રાયશ્ર્વિત થશે અને તેમના પાપનિવારણનું આવું પરિણામ આવશે: ઇઝરાયલ બધી વેદીઓ તોડી પાડશે અને તેમના પથ્થરો જાણે ચાકના પથ્થરો હોય તેવો તેમનો બારીક ભૂક્કો કરી નાખશે. અશેરાની મૂર્તિઓ અને ધૂપવેદીઓમાંથી એક કહેતાં એકે ય ઊભી રહેવા દેવાશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, ને તેનાં પાપ દૂર કરવાનું તમામ ફળ આ છે; જ્યારે તે વેદીના સર્વ પથ્થરને ચૂરેચૂરા થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે, ત્યારે અશેરા મૂર્તિઓ તથા સૂર્યમૂર્તિઓ ઊભી રહેશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જ્યારે ઇસ્રાએલીઓ બીજા દેવોની વેદીઓના બધા પથ્થરોને ચૂનાની માફક પીસી નાખ્યા અને એક પણ ધૂપની વેદીને અને અશેરાહ દેવીની મૂર્તિઓના એક પણ સ્તંભને પણ રહેવા દીધો નહિ આથી, તેમનાં પાપોનું પ્રાયશ્ચિત થશે અને તેમનાં પાપો દૂર થશે.