Isaiah 28:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે જેટલી વાર પાર જાય તેટલી વાર તે તમને ડુબાડશે અને સવાર દર સવાર તથા રાતદિવસ તે પસાર થશે. જ્યારે સંદેશો સમજાઈ જશે ત્યારે તે ત્રાસનું કારણ બનશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે દર સવારે, દિવસ અને રાત તમારા પર વારંવાર વીંઝાશે અને દર વખતે તે તમને તેની ઝપટમાં લેશે. એના ભયના ભણકારા માત્રથી તમે ધ્રૂજી ઊઠશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે જેટલી વાર આરપાર જાય તેટલી વાર તે તેમને પકડશે; કેમ કે દર સવારે, રાતદિવસ તે આરપાર જશે; અને આ સંદેશાનું ભાન તમને ભયંકર લાગશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તે જેટલી વાર વિંઝાશે તેટલી વાર તે તમને પકડશે; પ્રતિદિન સવારે, રાતદિવસ તે વિંઝાશે, એના સમાચાર માત્રથી ભય વ્યાપી જશે.