Isaiah 28:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસને લીધે ઠોકર ખાધી છે અને દારૂને લીધે તેઓ ભૂલા પડ્યા છે. યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે અથડાયા કર્યા છે, તેઓ દ્રાક્ષારસમાં મગ્ન થયા છે. તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડ્યા છે, દર્શન વિષે તેઓ ભૂલથાપ ખાય છે અને ઇનસાફ આપવામાં ઠોકર ખાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દ્રાક્ષાસવ પીને લથડિયાં ખાનારા અને શરાબ પીને ગોથાં ખાનારા આ લોકો પણ છે. સંદેશવાહકો અને યજ્ઞકારો દારૂમાં ચકચૂર થઈને લથડિયાં ખાય છે અને શરાબ પીને ગોથાં ખાય છે. સંદેશવાહકો સંદર્શન સમજી ના શકે તેટલા ચકચૂર છે અને યજ્ઞકારો ન્યાય કરી ન શકે તેટલા પીધેલા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસ ને લીધે ગોથાં ખાધાંલ છે, ને દારૂને લીધે તેઓ ભૂલા પડયા છે; યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે ગોથાં ખાધાં છે, તેઓ દ્રાક્ષારસમાં ગરક થયા છે, તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડયા છે. દર્શન વિશે તેઓ ગોથાં ખાય છે, ઇનસાફ કરવામાં તેઓ ઠોકર ખાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકો અને પ્રબોધકો પણ દ્રાક્ષારસ પીને લથડીયાં ખાય છે; દ્રાક્ષારસથી તેમના ચિત્ત ડહોળાઇ ગયા છે, તેઓ દિવ્ય દર્શનના અર્થઘટનમાં ગોથાં ખાય છે, ચુકાદો આપવામાં ગૂંચવાય છે.