Isaiah 29:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ સર્વનું દર્શન તમારી આગળ મહોરથી બંધ કરેલા લેખના જેવું છે; લોકો જે ભણેલા છે તેને તે આપીને કહે છે, "આ વાંચ." તે કહે છે, "હું તે વાંચી શકતો નથી, કારણ કે તે પર મહોર મારેલી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સંદેશવાહકના દર્શનનો અર્થ તમારાથી છૂપો રખાયો છે. તે મુદ્રાંક્તિ કરેલા લેખ જેવો છે. જો તમે તેને કોઈ શિક્ષિત માણસ પાસે વાંચવા લઈ જાઓ તો તે કહેશે, ‘હું એ વાંચી શકું તેમ નથી. કારણ, તે મુદ્રાંક્તિ કરેલો છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ સર્વનું દર્શન તમારી આગળ મહોરથી બંધ કરેલા લેખના જેવું છે, લોકો જે ભણેલો છે તેને તે આપીને કહે છે, “આ વાંચ, ” તે કહે છે, “હું તે વાંચી શકતો નથી, કારણ કે તે પર મહોર કરેલી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધાંય દિવ્યદર્શન તમારા માટે મહોર મારી બંધ કરેલા ગ્રંથના શબ્દો જેવા થઇ ગયા છે; કોઇ વાંચી શકે એવા વ્યકિતને આપીને કોઇ કહે કે, આ વાંચ, તો તે કહે છે કે, “હું નથી વાંચી શકતો, કારણ, એને મહોર મારી બંધ કરેલો છે.”