Isaiah 29:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ કહે છે, "આ લોકો તેમના મુખથી જ મારી પાસે આવે છે અને કેવળ હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓએ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. તેઓ મારો જે આદર કરે છે તે માત્ર માણસોએ શીખવેલી આજ્ઞા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “આ લોકો મારું માત્ર મુખના શબ્દોથી ભજન કરવા આવે છે. તેઓ પોતાના હોઠથી મારું સન્માન કરે છે, પણ તેમનું હૃદય મારાથી દૂર હોય છે. તેમની ઉપાસના માત્ર મુખપાઠ કરેલ માનવી નિયમો અને પ્રણાલિકાઓ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી પ્રભુએ કહ્યું, “આ લોકો તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હ્રદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે [માત્ર] પાઠે કરેલી માણસની આજ્ઞા છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મારા માલિક કહે છે, “આ લોકો મારી પાસે આવવાની માત્ર વાતો જ કરે છે, અને કેવળ શબ્દોથી મને માન આપે છે, પરંતુ તેમનું હૃદય તો મારાથી દૂર જ છે. તેઓની ઉપાસના તો તેઓએ કંઠસ્થ કરેલા માનવીય હુકમો જ છે.